• મંગળવાર, 24 નવેમ્બર, 2026

માંડવી : કપાસનાં ગોડાઉનમાં ભયાવહ આગ

માંડવી, તા. 23 : આજે બપોરે શહેરના પાદર સમા શિરવા-મોટા લાયજાના નલિયા રોડ ઉપર કપાસના ખાનગી ગોડાઉનમાં અકળ રીતે ભયાવહ અગનજ્વાળાએ લબકારા લેતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ થઇ ગયો હોવાની ઘટના ઘટી હતી. આગના વિકરાળ સ્વરૂપને કાબૂમાં લેવા સ્થાનિક તંત્રના અગ્નિશામક બમ્બાઓ ઉપરાંત મુંદરા તરફથી અદાણી અને ટાટા ખાનગી સાહસોના અગ્નિશામક દળને તૈનાત કરવામાં આવ્યાં હતાં. સ્થાનિક પાલિકા તંત્રમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે બપોર થાય તે સાથે 112 નંબર ઉપરથી આગની દુર્ઘટનાની જાણ થતાં સુધરાઇ તંત્રના બન્ને યંત્રો સાથે ભૂપેન્દ્ર, ભીમજી ફુફલ, કમલેશ કોલી, નરેશ ફુફલ, દશરથસિંહ જાડેજા વગેરેની ટીમ વહારે પહોંચી હતી. અહીંના મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, પી.આર. સી.વાય. બારોટ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરમભભાઇ ગઢવી વગેરે સ્થળ ઉપર પહોંચી ગયા અને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે શ્રી રામ કોટન ઇન્ડસ્ટ્રીઝની માલિકીના ઊક્ત ગોડાઉનમાં ડઝનબંધ ગાડીઓ કપાસનો જથ્થો બળીને ખાખ થતાં લાખોની નુકસાનીનો અંદાજ મુકાઇ રહ્યો છે. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. મામલતદાર શ્રી જેઠવાએ જાનહાનિ ટળી હોવાનો હાશકારો ખાતાં કહ્યું હતું કે, દુર્ઘટનામાં એકાદ લોડર કે ટ્રેકટર પણ ભોગ બન્યું હતું. દરમ્યાન નુકસાની મોટી હોવાનો પ્રાથમિક અંદાજમાં દાવો કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd