• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ગાંધીધામમાં ગુરુનાનક દેવનાં પ્રકાશપર્વની ભક્તિમય ઉજવણી

ગાંધીધામ, તા. 23 : અહીંના ગુરુદ્વારા શ્રી ગુરુનાનક સિંઘ સભા દ્વારા શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુસાહિબ ગુરુનાનક દેવનાં 558મા પ્રકાશપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુનાનક દેવનાં પ્રકાશપર્વ નિમિત્તે ગાંધીધામ શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે બપોરે નગર કીર્તનનું આયોજન કરાયું હતું. ગુરુદ્વારા ખાતેથી આ નગર કીર્તનનો પ્રારંભ કરાયો હતો, જેમાં શીખ સમાજના લોકો, શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. પંચપ્યારાની આગેવાનીમાં નીકળેલા આ નગર કીર્તનમાં ગુરુબાણીના પાઠ, શબદ કીર્તિનના ગુંજથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માર્ગમાં એસ.આર.સી. તથા સત્ગુરુ સેવા ટ્રસ્ટ વગેરે સામાજિક સંસ્થાઓ, નગરજનો દ્વારા નગર કીર્તનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ, ઠંડાપીણાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ નગર કીર્તન શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત ગુરુદ્વારા ખાતે પહોંચ્યું હતું. પ્રકાશપર્વ નિમિત્તે તા. 24/11ના સવારે અખંડ પાઠસાહેબ, બપોરે કીર્તનના દીવાન સજાવાશે. પ્રત્યેક દીવાન બાદ ગુરુનું લંગર નિરંતર ચાલુ રહેશે. શ્રદ્ધાળુઓને નિયત સમયે ઉપસ્થિત રહી ધાર્મિક સમાગમોમાં ઉત્સાહભેર ભાગ લેવા અને ગુરુધરતી પ્રાપ્ત કરવા અપીલ કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd