• મંગળવાર, 24 નવેમ્બર, 2026

પૃથ્વી પાસે પણ બીજો ચંદ્ર

નવી દિલ્હી, તા. 23 : ધરતીની આસપાસ એક મહેમાન હાજર છે. જેને વૈજ્ઞાનિક મિનિ મૂન એટલે કે નાનકડો ચંદ્ર કહી રહ્યા છે. જાણકારી અનુસાર બે મીટર વ્યાસનો એક લઘુગ્રહ એપ્રિલમાં પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળના દાયરામાં આવ્યો હતો. જે ડિસેમ્બરની શરૂઆત સુધી ધરતીની આસપાસ રહેશે. ત્યારબાદ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના પ્રભાવમાંથી બહાર નિકળીને સૂર્યની પરિક્રમા કરશે.  પૃથ્વીની નજીક પહોંચેલા લઘુગ્રહને ક્યૂક્યૂ8 નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર આ કોઈ ચંદ્ર નહીં પણ  એક નાનકડો ઉલ્કાપિંડ છે. આ પહેલા પણ આવા લઘુગ્રહ પૃથ્વીની આસપાસ જોવા મળ્યા છે. જેમાં 2006 આરએચ120 સામેલ છે. જેણે એક વર્ષ સુધી પૃથ્વીની પરિક્રમા કરી હતી. જ્યારે 2020 સીડી3 ત્રણ વર્ષ સુધી પૃથ્વીની આસપાસ રહ્યો હતો. હકીકતમાં આવા નાનકડા ઉલ્કાપિંડ સૂર્યની પરિક્રમા કરે છે. મોટાભાગની ઉલ્કા મંગળ અને ગુરૂ ગ્રહની કક્ષા વચ્ચેના એસ્ટરોયડ બેલ્ટમાંથી આવે છે. આ ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં ઉલ્કાપિંડ છે. ઘણી વખત ગુરૂત્વાકર્ષણ બળના કારણે તેની કક્ષા બદલે છે અને ધરતીની આસપાસ પહોંચે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd