ગાંધીધામ, તા. 23 : અહીંના મેઘપર કુંભારડી ભક્તિધામે
સોસાયટીમાંથી એક શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 15,726નો દારૂ જપ્ત કર્યો હતો, પણ આ દારૂ કયાંથી આવ્યો તે તપાસ કરવાની તસ્દી પોલીસે લીધી નહોતી. મેઘપર કુંભારડી
ભક્તિધામ સોસાયટીમાં આવેલા મકાન નંબર-10માં રહેનાર દેવેન્દ્ર ઉર્ફે રાહુલ રાજેશ ગોપાલ નામનો શખ્સ પોતાના
કબજાનાં મકાન પાસે થેલામાં દારૂ લઇને ઊભો હતો તેવામાં પોલીસે તેને પકડી પાડયો હતો.
આ શખ્સ પાસેથી હાઇબુરી 750 મિલિની પાંચ, બ્લેન્ડર્સ પ્રાઇડની ચાર તથા રોયલ ચેલેન્જના
6 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 15,726નો શરાબ જપ્ત કરાયો હતો. પણ
ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલો દારૂ તેની પાસે કયાંથી
? કોણ આપી ગયું તે પોલીસ જાણી શકી નહોતી.