કોડાય (તા. માંડવી), તા. 23 : માંડવી-મુંદરાના
સર્વાંગી વિકાસ સાથે કચ્છને હરિયાળું બનાવવાનો સંકલ્પ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી
વિધાનસભા વિસ્તારના ભાજપના નૂતનવર્ષ સ્નેહમિલનમાં વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન
વડાપ્રધાન, મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી વગેરેએ વર્ચ્યુઅલ માધ્યમથી
શુભેચ્છા પાઠવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. બિદડાના ઓતરા જખદાદા મંદિર ખાતેનાં
સ્નેહમિલનમાં ધારાસભ્ય શ્રી દવેએ જણાવ્યું હતું કે, કચ્છને હરિયાળું
બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસો ચાલુ છે. હરિહર
સરોવર માટે પોણા ત્રણ કરોડની રકમ ફાળવાઈ છે. મોટા પ્રમાણમાં જળાશયોનાં કામો અને બોર
રિચાર્જની કામગીરી હાથ ધરાઈ છે. મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું છે. તેમણે આગેવાનોને
તેમના વિસ્તારમાં નવા ડેમ, તળાવ અને જળસંચયનાં સ્થળો માટે જગ્યા
સૂચવવા તેમજ સંસ્થાઓ, દાતાઓ અને લોકોને વિકાસ કાર્યોમાં સહભાગી
બનવા અનુરોધ કર્યો હતો. સ્વાગત પ્રવચન તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ કર્યું હતું.
રાજલધામના આઈ કામઈ મા, ભાડાના આશાપુરા મંદિરના મહંત ભરતનાથ બાપુ,
અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ પચાણદાદા માતંગ, હંસ નિર્વાણ આશ્રમના ગાદીપતિ ચન્દ્રદાસ બાપુ, માંડવીના
મહંત બસંતગિરિ ગોસ્વામી, લાયજાના થાર્યા ભગત સહિતના સંતોનું સન્માન
કરાયું હતું. કાર્યક્રમમાં સર્વ સેવા સંઘના
પ્રમુખ જિગરભાઈ છેડા, માંડવી તા.પં. પ્રમુખ રેખાબેન છાભૈયા,
મુંદરા તા.પં. પ્રમુખ સ્વરૂપસિંહ જાડેજા, માંડવી
નગરઅધ્યક્ષા વર્ષાબેન જોશી, ગ્લોબલ કચ્છના ટ્રસ્ટી ગોવિંદભાઈ
મંગે, ધીરજભાઈ છેડા, જિ.આરોગ્ય સમિતિના
ચેરમેન રણજિતસિંહ જાડેજા, દર્શન ગોસ્વામી, અરવિંદભાઈ પટેલ, શક્તિસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યો વાલજી સંઘાર, વર્ષાબેન કન્નડ,
જીવરાજ ગઢવી, વિનોદ જબુવાણી, તલકશી ફફલ, સુરેશ સંઘાર, રાણશી
ગઢવી, વિજય ગઢવી, છાયાબેન ગઢવી,
રઘુવીરસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ડોસાભાઈ બાતિયા, વાલજી ટાપરિયા, ભાઈલાલ છાભૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા. લોકડાયરો રમેશભાઈ જોશી, ખીમરાજ ગઢવી, પનુ મારાજ, વિશાલ સુથારે રજૂ કર્યો હતો. વ્યવસ્થા પંકજ
રાજગોર, હિતેન્દ્રસિંહ જાડેજા, મુકેશ જોષી,
માણેક ગઢવી, મંગલ સંઘાર, પરેશ સંઘાર, રાજેશ સંઘાર, પરેશ
પટેલ, ભાવેશ સંઘારે સંભાળી હતી. સંચાલન અગ્રણી અમૂલ દેઢિયા અને
લક્ષ્મીશંકર જોશીએ સંભાળ્યું હતું.