• મંગળવાર, 24 નવેમ્બર, 2026

માધાપરની છાત્રાએ તરણ સ્પર્ધામાં પાંચ સુવર્ણ ચંદ્રક મેળવ્યા

ભુજ, તા. 22 : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી, વડોદરા સંચાલિત સમા સ્પોર્ટસ સંકુલ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં માધાપરના શિક્ષક દંપતી ગિરીશભાઇ અને ભાવનાબેન ચૌહાણની પુત્રી હિમધી ચૌહાણે પાંચ સ્પર્ધામાં ભાગ લઇ તમામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત રાજ્ય એક્વાટિક એસોસિયેશનના પ્રમુખ જયેન્દ્રભાઇ શુક્લ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદભાઇ સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઇ સોલંકીએ અભિનંદન પાઠવ્યાં છે. હિમધી ક્રિષ્ના પંડયા, વિવેકસિંહ બોરલિયા, બિપિનકુમાર અને સુબોધકુમાર પાસે કોચિંગ લઇ રહી છે. તેણીએ  એક વર્ષમાં જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 30થી વધારે મેડલો મેળવ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd