• મંગળવાર, 24 નવેમ્બર, 2026

વેપાર માટે નેપાળને મોદીએ ખોલી દીધાં કંડલા બંદરનાં દ્વાર

નવી દિલ્હી, તા. 23 : સીમા વિવાદથી તાણ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રાણ ફૂંકતી આજની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી વડાપ્રધાન બાલેન શાહ સાથે બેઠક બાદ નેપાળને છેક કચ્છનાં કંડલા સુધી પહોંચનું એલાન કર્યું હતું. ગુજરાતમાં કચ્છ સ્થિત દેશના મહાબંદર કંડલાનાં દ્વાર ખોલી આપવાની મોદીની ઘોષણાથી નેપાળનો બીજા દેશો સાથેનો વેપાર વધુ સરળ બનશે. કંડલાનાં દીનદયાળ પોર્ટ પરથી અન્ય દેશો સાથે વેપાર આગળ વધારવાનાં દ્વાર ખુલ્યાં છે. આ ઘોષણા સાથે મોદીએ કહ્યું હતું કે, ભારત સાથે વેપાર અને રોકાણનાં કારણે નેપાળની અર્થવ્યવસ્થાને નવી તાકાત મળશે. કંડલા ઉપરાંત ઓરિસ્સાના પારાદીપ બંદરનાં દ્વાર પણ નેપાળ માટે ખોલી દેવાયાં હતાં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd