• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

હાઇપરસોનિક મિસાઇલની સફળતા ભારત માટે ગૌરવ

વિશ્વમાં આર્થિક વિકાસની સાથે તાલ મિલાવે તેવી લશ્કરી તાકાતની આવશ્યકતા સતત વર્તાઇ રહી છે.ચીને તેના વાયુદળમાં સ્ટીલ્થ યુદ્ધ વિમાનોનો સામવેશ કરીને આખી દુનિયાને પોતાની શક્તિનું પ્રદર્શન કરી આપ્યું છે. ચીનની લશ્કરી તાકાતની સામે સતત સજ્જ રહેવાની વ્યૂહાત્મક અનિવાર્યતા ધરાવતું ભારત સ્ટીલ્થ બોમ્બર વિમાનોની ચીની તાકાતનો જવાબ આપતું હોય તેમ લાંબી રેન્જની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને લશ્કરી ક્ષેત્રે પોતે પણ કમ ન હેવાનો દુનિયાને સંદેશ આપ્યો છે. આમે પણ ભારતે તેના લશ્કર સરંજામના ભાથાને સતત આધુનિક બનાવવા પર છેલ્લા થોડા સમયથી વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે સંરક્ષણ સરંજામના મામલામાં ઘણા નીતિવિષયક ફેરફાર કર્યા છે. આ ફેરફારોમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યંy છે. આ અનુસંધાનમાં લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ મોટી ઉપલબ્ધિ બન્યું છે.  ભારતે હવે એવા ગણ્યાગાંઠયા ખાસ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે જેમની પાસે ભારે તેજ ગતિ સાથે દુશ્મનની હવાઇ સલામતી વ્યવસ્થાને થાપ આપીને હુમલો કરી શકે એવી ક્ષમતા છે. ભારતના ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા તૈયાર કરાયેલી આધુનિક હાઇપરસોનિક મિસાઇલ ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ઘટના બની રહી છે. હાલના સમયમાં આ મિસાઇલ ટેક્નોલોજી અમેરિકા ઉપરાંત રશિયા અને ચીન પાસે છે. આ તમામ દેશોએ હાઇપરસોનિક મિસાઇલો તૈનાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યાર સુધી ભારત પાસેની મિસાઇલોના ભાથામાં વિવિધ રેન્જની બેલાસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છે. પૃથ્વી, આકાશ, અગ્નિ, બ્રહ્મોસ જેવી મિસાઇલ આજે ભારતીય લશ્કરની અલગ -અલગ પાંખોને સજ્જ કરી રહી છે. વ્યૂહાત્મક રીતે મહત્ત્વ ધરાવતાં આ શત્રો કોઇપણ દેશને સલામતીની પ્રતીતિ કરાવી શકે એવી તાકાત ધરાવતા હોય છે. આજે રણમેદાનનાં યુદ્ધથી વિશેષ આધુનિક શત્ર પ્રણાલીઓ અને તેમાં પણ ખાસ તો મિસાઇલો વાટે થતા હુમલા કોઇપણ જંગમાં ચાવીરૂપ બની રહેતા હોય છે. ભારતના શત્રો સ્વેદેશી ટેક્નોલોજી, સચોટ અને અસરકારક મારક ક્ષમતા અને ઉચ્ચકક્ષાની ઝડપ સાથેની વળતી કાર્યવાહી માટે સક્ષમતા માટે દુશ્મનોમાં ભય જગાવતા રહે છે.  હવે મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રે સ્વેદશીકરણ અને આધુનિકીકરણ પર ધ્યાન આપવા માટે ડીઆરડીઓ સહિતની ચાવીરૂપ સંરક્ષણ એજન્સીઓને મજબૂત કરવાનાં સફળ પગલાં લીધાં છે.  આ માટે 101 સામાન્ય લશ્કરી વસ્તુઓની આયાત બંધ કરાઇ છે તેની સાથોસાથ આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયાને ઉત્તેજન અપાઇ રહ્યંy છે. સરંક્ષણ ઉત્પાદન ક્ષેત્રે 74 ટકા વિદેશી રોકાણની છૂટ અપાઇ છે. આ માટેના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાઇ રહ્યંy છે. સરહદી વિસ્તારોમાં માળખાંકીય વ્યવસ્થાને સુધારાઇ રહી છે અને મહિલાઓની સામેલગીરીને પ્રાધાન્ય અપાઇ રહ્યંy છે. આવનારા સમયમાં હાઇપરસોનિક મિસાઇલ ભારતના લશ્કરી શત્રોના ભાથામાં શિરમોર બનીને દુશ્મનોમાં ભયની લાગણીને વધારશે એ વાત નક્કી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang