• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

કચ્છમાં અટલ ભુજલ યોજના અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

ભુજ, તા. 20 : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષામંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે અટલ ભુજલ યોજનાના કચ્છ જિલ્લામાં અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સિગનાં માધ્યમથી યોજાઈ હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, અધિક્ષક ઈજનેર કચ્છ સિંચાઈ વર્તુળ, નોડલ અધિકારી ડી.પી.એમ.યુ. તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ અટલ ભુજલ યોજનાનાં અમલીકરણ બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. સમીક્ષા બેઠકમાં ડબ્લ્યુ. એસ.પી અંતર્ગત સૂચવવામાં આવેલા જળ સંચયના કામો, યોજનાનો ગ્રામ્યસ્તરે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન બાબતે યોજનાકીય પ્રચાર-પ્રસાર, ખેડૂતો દ્વારા અપનાવેલી સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, ભૂગર્ભ જળ રિચાર્જ કામગીરી વગેરે વિગતો પાણી પુરવઠા મંત્રીએ મેળવી હતી. વધુમાં આ યોજના અંતર્ગત અટલ ભુજલ યોજનાનાં અમલીકરણ વિસ્તારમાં સમાન પ્રકારે કામગીરી વધુ સારી રીતે હાથ કેવી રીતે ધરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang