• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

મહિલા એશિયન ચેમ્પિયન્સમાં ભારત વિજેતા

રાજગીર (બિહાર), તા.20 : મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ફરી ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમનો પેરિસ ઓલિમ્પિકની રજત ચંદ્રક વિજેતા અને ટૂર્નામેન્ટની સર્વોચ્ચ ક્રમાંકિત ચીન ટીમ સામે 1-0 ગોલથી રોમાંચક વિજય થયો હતો. મેચનો એક માત્ર ગોલ ભારત માટે દીપિકાએ 31મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો હતો. કુલ 11 ગોલ સાથે દીપિકા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થઇ હતી. ભારતીય મહિલા ટીમે તેનો અપરાજિત ક્રમ જાળવી રાખ્યો હતો અને ખિતાબી જંગમાં ચીન સામે શાનદાર દેખાવ ચાલુ રાખીને 1-0 ગોલથી જીત મેળવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સતત બીજીવાર કબજે કરી હતી. ફાઇનલના પહેલા બે ક્વાર્ટરમાં ભારતે ગોલની તક ગુમાવી હતી. ત્રીજા ક્વાર્ટરના પ્રારંભે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જેને દીપિકાએ ગોલમાં પરિવર્તિત કરી ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. જે અંત સુધી જળવાઇ રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang