ભુજ, તા. 20 : મમુઆરા પાટિયા પાસે આવેલી હોટેલ હસ્તિકવાળા સામે
જાહેરનામા સંબંધિત નિયમોના ભંગ બદલની કાર્યવાહી થઇ છે. દિવાળી પૂર્વે માધાપરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની
ફરિયાદ બાદ સગીરા અને આરોપી મળી આવ્યા બાદ તે જ્યાં રોકાયા ત્યાંની તપાસ હાથ ધરાતાં મમુઆરા ત્રણ રસ્તા ઉપર આવેલી હસ્તિક હોટેલ એન્ડ રેસિડેન્સીના
સત્યમભાઇ ડાયાભાઇ ચાવડા (રહે. કાલી તલાવડી, તા. ભુજ)ની પૂછતાછ કરી હતી અને હોટેલના
મુસાફર અંગેના રજિસ્ટર અને સીસીટીવી કેમેરા તપાસતાં તા. 28/10ના અપહરણ-દુષ્કર્મનો આરોપી
સચિન ડુંગરિયા (રહે. ધાણેટી)ને કોઇ આધાર લીધા વગર અને રજિસ્ટર તથા પથિક સોફ્ટવેરમાં
એન્ટ્રી વિના જ રહેવા માટે રૂમ આપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલનો પદ્ધર
પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.