• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

બદલાતા દોરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા કચ્છ તૈયાર

તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ : વિક્રમ સંવત 2080ની વિદાય અને 2081ના આગમન વેળાએ સર્વત્ર આનંદ-ઉમંગનો માહોલ છે. કવિ શોભનની પંક્તિ છે... આજ દિવાળી રૂડી રૂપાળી, નવલા સવંતના વધામણા હોજી... કુમકુમના સાથિયા પૂર્યા ચોકમાં... ટમટમતા દીવડા મેલ્યા છે ગોખમાં... અંતરને આંગણ ઉજાળી... દીપોત્સવી પર્વનું આગમન હિન્દુ શાત્રો પ્રમાણે સૌથી મંગળકારી વેળા છે. સૃષ્ટિ માટે, માનવજીવન માટે, પશુ-પંખીઓ માટે પણ... એટલે જ નૂતન વર્ષનું પ્રભાત ઊગી રહ્યું છે ત્યારે કચ્છીઓનાં દિલમાં, આપણા સૌ કોઇનાં મનમાં અરમાનોનો ઉજાશ પથરાય એ સ્વાભાવિક છે. ભારત બદલાઇ રહ્યું છે. સાથે કચ્છ પણ બદલાઇ રહ્યું છે. ઇ.સ. 2047માં ભારતને મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યા છીએ... આ લક્ષ્ય તરફ ગતિ કરવામાં સૌ કોઇએ કદમ સાથે તાલ મિલાવવો પડશે. હજુ થોડા દિવસો પહેલાં જ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મુખેથી કચ્છ-ગુજરાતના ઉજ્જ્વળ ભાવિની રૂપરેખા સાંભળવા મળી હતી. પ્રસંગ હતો કચ્છમિત્ર અને ફોકીઆ (ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ?એસોસિયેશન)ના ઉપક્રમે બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ વિતરણનો. દેશના તથા કચ્છ-ગુજરાતના ઉદ્યોગ માંધાતાઓની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કચ્છની પ્રગતિની તુલના કરી... 7મી ઓક્ટોબર, 2001ના રોજ શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા એને 23 વર્ષ થયાં... એ પછી લગાતાર નરેન્દ્રભાઇ મોદી સત્તાસ્થાને રહ્યા છે. 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી પદે અને 2014થી દેશના વડાપ્રધાન તરીકે.. યોગાનુયોગ એ 23 વર્ષ કચ્છ માટે પણ પરિવર્તનકારી રહ્યાં છે. કચ્છ આજે બદલાવના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. એને કચ્છી માનવીઓનો પુરુષાર્થ કહીએ, સરકારની વિચક્ષણ દૃષ્ટિ, ઉદ્યોગ સાહસિકો દ્વારા મૂડીરોકાણના નિર્ણયનો પરિપાક પણ કહી શકાય. નરેન્દ્રભાઇ અને કચ્છ વચ્ચેનો ઋણાનુબંધ સૌ કોઇ જાણે છે. 2001ના અરસામાં કચ્છ ભયાવહ ધરતીકંપથી વેરણછેરણ હતું... કચ્છ ભાંગી ચૂક્યું હતું, પણ?કચ્છીઓની હિંમત અકબંધ હતી. એ સમયના કેન્દ્ર તથા ગુજરાતના સત્તાવાહકોએ ફાયદાકારક નીતિ ઘડી. ટેક્સ હોલીડે આવ્યો. ત્યારબાદ મોદી મુખ્યમંત્રી પદે આરૂઢ થયા પછી કચ્છના વિકાસે ગતિ પકડી... અને વિકાસ પણ કેવો ? એકદમ સુરેખ... એ સમયે મોદી સરકારની નીતિમાં 2025ના વર્ષને ધ્યાનમાં રાખીને કચ્છમાં માળખાંકીય સુવિધા વિકસી હતી, એનો ફાયદો આજે મળી રહ્યો છે. કચ્છ આજે ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. રણોત્સવ અને ધોળાવીરાએ દેશ-દુનિયાના પ્રવાસીઓને આકર્ષ્યા છે. દુનિયાનો સૌથી વિશાળ સોલાર પાર્ક અને વિન્ડ એનર્જી હાઇબ્રિડ પાર્ક કચ્છની ધરતી પર નિર્માણ પામ્યો છે. વિકાસ તેજ રફતારથી આગળ વધી રહ્યો છે. એક સમયનો ખારોપાટ એવું રણ હવે સમૃદ્ધિથી ઝળહળી રહ્યું છે. સિમેન્ટ, લોખંડ, ખાદ્યતેલ, પાઇપ, સોલાર પ્લેટ, રસાયણોનાં ઉત્પાદનમાં કચ્છ દેશનું મુખ્ય મથક છે અને દુનિયાના દેશોમાં અહીંનું ઉત્પાદન નિકાસ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇનું કહેવું છે કે, આ બીજ મોદીએ વાવ્યા હતા... આજે એની પાછળ તેમનો કચ્છ પ્રત્યેનો અસીમ લગાવ કારણભૂત રહ્યો છે. આ બદલાતા સમયની નીપજ જ છે. એક સમયે અભાવનો પ્રદેશ લેખાતો કચ્છ હવે વિકાસની નવી પરિભાષા લખતા મુલક તરીકે વિખ્યાત થયો છે. એની સાથે કુદરતે પણ રહેમ નજર કરી છે. ઉપરાઉપરી સારા ચોમાસાએ ચોમેર પ્રકૃતિની સમૃદ્ધિ ફેલાવી છે. ભૂગર્ભ જળ પણ ઊંચા આવ્યાં છે. ખેડૂતો સામે નાની-મોટી મુસીબતો આવે છે પણ એકંદરે ખેતી-બાગાયતમાં પણ કચ્છનો ડંકો વાગવા માંડયો છે. નવાં વર્ષના આગમનના અવસરે આવી વાતો હૈયે ટાઢક આપે છે. નર્મદાનાં નીરથી કચ્છની ધરતી નવપલ્લવિત થઇ છે. સિંચાઇની કેનાલથી ખેતરો સુધીનું માળખું ગોઠવવાનું બાકી છે. એ સાથે વધારાનાં પાણીની યોજના કચ્છ માટે વધુ જળ સમૃદ્ધિ લાવશે. પાણી વિના બધું જ નકામું... ધરતી સિંચાશે તો જ તેના અણુએઅણુમાં વ્યાપ્ત પ્રકૃતિ ખીલશે. પાણી ઉદ્યોગોની અને નાના-મોટા વ્યવસાયોની પણ જરૂરિયાત છે. સારા વરસાદ અને નર્મદાનાં પૂરતાં જળની ઉપલબ્ધતા કચ્છ માટે વિકાસનો નવો અધ્યાય  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang