ભારતીય અર્થતંત્રના પ્રતિબિંબ સમાન દેશની શેરબજારો મંદીની આશંકા
તળે ફફડી રહી છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો બોલી જતાં રોકાણકારોના
કરોડો રૂપિયા ધોવાઇ ગયા. તે પછી મંગળવારે સવારે શેરબજાર તેજી સાથે ખૂલી હતી, પણ બપોર
બાદ સેન્સેક્સ ગઇકાલની સરખામણીએ 166 પોઇન્ટના નુક્સાન સાથે બંધ થતાં રોકાણકારોમાં ચિંતાના
સમીકરણો મંડાયા છે. સોમવારે મુંબઇ શેરબજારના
સેન્સેક્સમાં 2200થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી
662 પોઇન્ટ નીચે ઊતરી ગયો હતો. મંગળવારે ખૂલતી બજારે સેન્સેક્સ આરંભમાં તેજી સાથે આગળ
વધ્યો હતો, પણ બપોર બાદનાં સત્રમાં વેચાણનાં દબાણમાં આ વધારો ધોવાઇ ગયો હતો અને બજાર 166 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થઇ હતી. આવી જ રીતે નિફ્ટીમાં આરંભનો ઉછાળો જળવાઇ શક્યો
ન હતો અને તે 24 હજાર કરતાં ઓછા પોઇન્ટે બંધ થયો હતો. આમ તો વિશ્વમાં અમેરિકાની મંદીના
ભણકારા અને અન્ય શેરબજારોમાં કડાકાની અસર ભારતીય બજારોમાં પણ વર્તાઇ હતી. બજારો ગબડી
તેને કારણે સોમવારે રોકાણકારોએ 1પ.32 લાખ કરોડ ગુમાવ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે.
એક જ દિવસમાં શેરબજારોમાં આ મોટું ધોવાણ હતું. ચોથી જૂનના લોકસભાની ચૂંટણીનાં પરિણામ
સમયે બજારો તૂટી હતી, તે પછી સોમવારે આટલો મોટો ઘટાડો થયો હતો. શેરબજારોમાં ભારે આકરાં
ધોવાણ પાછળ વિવિધ કારણો જવાબદાર હોવાનું જણાઇ રહ્યંy છે. ખાસ તો દુનિયામાં અમેરિકાની મંદીની
આશંકા પ્રબળ બની છે, તો ડોલર મજબૂત થઇ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે. જાપાનમાં
યેનની કટોકટી છે તો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહી છે. ઘરઅંાગણે કંપનીઓના જૂન
મહિનાના ત્રિમાસિક સમયગાળાનો દેખાવ નબળો રહ્યો છે, બજાર હદ ઉપરાંત તેજીમાં હતી. આ બધા કારણોએ સોમવારના કડાકામાં મોટો ભાગ ભજવ્યો
હોવાનું સામે આવી રહ્યંy છે. વળી નાની
અમથી બાબતમાં પ્રતિક્રિયા આપતી શેરબજારો આવાં કારણોની સામે રીતસરની વામણી પુરવાર થઇ
છે. સરવાળે રોકાણકારોની મોટી રકમની બાદબાકી થઇ છે. માત્ર ભારતીય શેરબજારોમાં ઘટાડો
થયો છે એવું નથી. વિશ્વની બજારોમાં પણ ભારે
કડકો બોલ્યો છે. યુરોપની બજારો ઘટી છે તેની સાથેસાથ જાપાનના નિક્કી, દક્ષિણ કોરિયાના
કોસ્પી, ચીનના શાંઘાઇ કોમ્પોઝિટ, હાંગકોંગના હેંગસેંગ આંકમાં પણ કડાકો બોલી ગયો છે.
આવનારા દિવસોમાં રોકાણકારોએ સાવધાની રાખવી એ એમનાં હિતમાં રહેશે.