• સોમવાર, 22 જુલાઈ, 2024

બોક્સ ક્રિકેટ સ્પર્ધા સંપન્ન : શગુન સ્ટાર્સ ટીમ વિજેતા

ભુજ, તા. 6 : વી.બી.સી. યુવક મંડળ-માધાપર દ્વારા બોક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આઈપીએલ ફોર્મેટ મુજબ ખેલાડીઓનું ઓક્શન કરી આઠ ટીમ બનાવાઈ હતી, જેમાં શગુન સ્ટાર્સ (શાંતિલાલ સ્વરૂપચંદ મહેતા પરિવાર) ટીમ વિજેતા તથા ભાભેરા રોક્સ ( સ્વરૂપચંદ માણેકચંદ ભાભેરા પરિવાર) રનર્સઅપ રહી હતી. પ્રાયોજક વીબીસી સમાજ-માધાપર તથા સહપ્રાયોજક વીબીસી મહિલા મંડળ-માધાપરના સહયોગથી યોજિત પાવર પ્લે મેદાન ખાતે હિતેશ ખંડોર (પ્રમુખ, યુવક મંડળ), સુરેશ મહેતા (પ્રમુખ, વીબીસી સમાજ-માધાપર), વસંત ભાભેરા (પ્રમુખ, સ્થાનકવાસી સંઘ), માલતીબેન ભાભેરા (પ્રમુખ, મહિલા મંડળ), નીતિન મહેતા (મહામંત્રી, યુવક મંડળ), મહેશ ખંડોર (મંત્રી, વીબીસી સમાજ) તથા મંડળના આગેવાનોની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. હિંમતલાલ માવજીભાઈ ખંડોર, ક્રીષિવ લેડીસવેર તથા શો મેન-શો રૂમ-માધાપર તરફથી મેન ઓફ ધી મેચ, સિરીઝ સહિતનાને ઈનામ અપાયા હતા. અમ્પાયર તરીકે વીર શાહ અને રાજ દોશીએ સેવા આપી હતી. કોમેન્ટેટર અનિલ ડાભી રહ્યા હતા તેમજ ઈનામ વિતરણની વ્યવસ્થા વિનય મહેતાએ સંભાળી હતી. આભારવિધિ હેત ભાભેરાએ કરી હતી. ટૂર્નામેન્ટને સફળ બનાવવામાં ઋષભ કોરડિયા, જિગર ખંડોર, જગદીશ શાહ, દીપ ભાભેરા, સુમિત કુબડિયા, અક્ષય કુબડિયા, ઉદય સંઘવી, રાજેશ ખંડોર, હેત ભાભેરા તથા વિનય મહેતાએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang