ઇન્દોર, તા. પ : ત્રણ વર્ષનો
બાળક રમકડાંથી રમતો હોય છે, મધ્યપ્રદેશના શહેર સાગરનો
સર્વજ્ઞસિંહ કુશવાહ ત્રણ વર્ષની ઉંમરે ચેસ રમે છે
અને ચમત્કારિક સફળતા પણ મેળવે છે. માત્ર ત્રણ વર્ષ સાત મહિના અને 13 દિવસની
ઉંમરે સર્વજ્ઞસિંહ કુશવાહ ફીડે રેપિડ રેટિંગ હાંસલ કરનારો દુનિયાનો સૌથી નાની વયનો
ચેસ ખેલાડી બની ગયો છે. ફિડે (આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ) દ્વારા ડિસેમ્બર
મહિનાના રેટિંગ જાહેર થયા છે,
જેમા રેપિડમાં સર્વજ્ઞને 1પ72 રેટિંગ પોઇન્ટ મળ્યા છે. અગાઉ આ
રેકોર્ડ ભારતના જ અનિશ સરકારનાં નામે હતો. તેણે ગત સાલ ત્રણ વર્ષ 10 મહિનાની
ઉંમરે ફિડે રેટિંગ મેળવ્યા હતા. સર્વજ્ઞની શતરંજની ટૂંકી યાત્રા ઘણી રસપ્રદ છે.
તેના માતા-પિતાએ મોબાઇલથી દૂર રાખવા શતરંજ શીખવવાનું શરૂ કર્યું હતું.