• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ડે-નાઇટ ટેસ્ટ મેચોમાં 1000 રન પૂરા કરનારો લાબુશેનનો પહેલો બેટર

બ્રિસબેન તા. પ : એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડર બેટર માર્નસ લાબુશેને ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. લાંબા સમયથી ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલા લાબુશેને આજે બીજી ટેસ્ટના બીજા દિવસે 76 દડામાં 6પ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પાછલી સાત ઇનિંગ પછી તેની આ અર્ધસદી હતી. 76 રનની ઇનિંગ્સ દરમિયાન લાબુશેન ડે-નાઇટ ટેસ્ટ મેચમાં  1000 રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટસમેન બની ગયો છે. તેણે 10 ડે-નાઇટ ટેસ્ટ મેચની 16માં દાવમાં એક હજાર રન પૂરા કર્યા છે. ગુલાબી દડાથી રમતા દિવસ/રાત્રીના ટેસ્ટમાં લાબુશેનની સરેરાશ 63.93 છે. તેના ખાતામાં હવે 1023 રન છે. આ સૂચિમાં સ્ટીવન સ્મિથ બીજા, ડેવિડ વોર્નર ત્રીજા અને ટ્રેવિસ હેડ ચોથા નંબર પર છે.

Panchang

dd