હૈદરાબાદ, તા. પ : ભારતીય ટીમની
બહાર રખાયેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ધમાકેદાર દેખાવ કર્યો છે.
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં બંગાળ તરફથી રમતા
શમીએ સર્વિસીસ સામે ચાર વિકેટ લીધી હતી.
શમીના ઘાતક દેખાવથી બંગાળનો વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા મોહમ્મદ શમીને
ચાર ઓવરમાં 13 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
જ્યારે આકાશ દીપે 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આથી
સર્વિસીસ ટીમ 18.2 ઓવરમાં 16પ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં
બંગાળ ટીમે 1પ.1 ઓવરમાં વિજય લક્ષ્ય આંબી લીધું
હતું.