નવી દિલ્હી, તા. 4 : રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ
તોડીને પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા અને પુતિનનું ગળે મળીને સ્વાગત કર્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વખત પુતિન ભારત પ્રવાસે પહોંચ્યા છે. આ
અગાઉ પણ પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પોતે વિદેશી મહેમાનો અને રાષ્ટ્રાધ્યક્ષોનું
સ્વાગત કર્યું છે. જ્યારે 2018મા પીએમ મોદી રશિયાના પ્રવાસે
હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વિદાય આપવા
પ્રોટોકોલ તોડીને એરપોર્ટે પહોંચ્યા હતા.2015મા જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ
બરાક ઓબામા ભારત પહોંચ્યા હતા ત્યારે પીએમ મોદીએ પાલમ એરપોર્ટે આગેવાની કરી હતી.