બ્રિસબેન, તા.પ : ટોપ ઓર્ડર
બેટર્સના સહિયારા પુરુષાર્થ અને બેઝબોલ બેટિંગથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની બીજી ડે/નાઇટ
ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 44 રને આગળ થયું છે અને મેચ પર પકડ
જમાવી રહ્યું છે. એશિઝ સિરીઝના બીજા ટેસ્ટના બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 6 વિકેટે 378 રન
થયા હતા. કોઇ કાંગારુ બેટર સદી નજીક પહોંચી શક્યો ન હતો. જેક વેધરોલ્ડ 72, માર્નસ
લાબુશેને 6પ અને ઇનચાર્જ કેપ્ટન સ્ટીવન સ્મિથે 61 રન
કર્યા હતા. આ પહેલા આજે ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 334 રને સમાપ્ત થયો હતો. સ્ટાર જો
રૂટ 138 રને નોટઆઉટ રહ્યો હતો. જોફ્રા આર્ચરે
ઉપયોગી 38 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ટ્રેવિસ હેડ
અને જેક વેધરોલ્ડે સારી શરૂઆત કરી પહેલી વિકેટમાં 77 રનની ભાગીદારી કરી હતી. હેડ 33 રને
આઉટ થયો હતો. વેધરોલ્ડ 78 દડામાં 12 ચોગ્ગા-1 છગ્ગાથી
72 રન
કર્યા હતા. લાબુશેને ફોર્મ વાપસી કરી 78 દડામાં 9 ચોગ્ગા-1 છગ્ગાથી
6પ
અને કેપ્ટન સ્મિથે 8પ દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 61 રન
કર્યા હતા જ્યારે કેમરૂન ગ્રીન 4પ અને એલેક્સ કેરી 46 અણનમ
રનનું યોગદાન આપી આઉટ થયા હતા. જોશ ઇંગ્લિશે 23 રને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.
માઇકલ નેસર 1પ રને નોટઆઉટ રહ્યો હતો. આથી ઓસ્ટ્રેલિયાના 6 વિકેટે 378 રન
થયા હતા અને ઇંગ્લેન્ડથી 44 રન આગળ થયું હતું. ઇંગ્લેન્ડ
તરફથી બ્રાયડન કાર્સે 3 અને કપ્તાન બેન સ્ટોક્સે 2 વિકેટ
લીધી હતી.