• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

સાડાઉમાં યોજાયેલી એકતા કપ ક્રિકેટ ટૂર્ના.માં એકતા ઇલેવન-જાંબુડી વિજેતા

મુંદરા, તા. 5 : મુંદરા તાલુકાના સાડાઉ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ-મુસ્લિમ એકતા યુવા ગ્રુપ દ્વારા એકતા કપ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. સાડાઉ ગામમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયની વિધવા બહેનોને આર્થિક સહાય અને એકતાના ઉદ્દેશથી આયોજિત અને મુખ્ય આયોજક કાદરસા સૈયદની આગેવાનીમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 122 ટીમે ભાગ લીધો હતો. સેમિ ફાઇનલ મુકાબલામાં ભુજપુર વિ. જાંબુડીમાંથી  જાંબુડી વિજેતા થઈ હતી, જ્યારે સદગુરુ મુંદરા વિ. શિવશક્તિ મુંદરામાંથી શિવ શક્તિ-મુંદરા વિજેતા થઈ હતી, જ્યારે 12 ઓવરની ફાઇનલ મેચમાં એકતા ઇલેવન-જાંબુડીનો 20 રને વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ સોકત અલી ભજીર, સેકન્ડ મેન ઓફ ધ મેચ મજીદ કુંભાર, બેસ્ટ બોલર ગની કુંભાર, બેસ્ટ બેટ્સમેન રસીદ ગોહિલ, તથા મેન ઓફ ધ સિરીઝ જયપાલાસિંહ રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં હાજી મામદશા સૈયદ, નવીન ફફલ, ધર્મેન્દ્રાસિંહ જાડેજા સદગુરુ હોમ્સ, માણસી ગઢવી, ડાયાભાઈ ગઢવી, ક. જિ. મુસ્લિમ હિતરક્ષક સમિતિ ઉપપ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાકસ્વા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના હાજી ગફુર શેખ, કાસમસા બાવા, દાઉદ માંજલિયા, રિયાઝ ચાકી, સાલેમામદ સમા, આર.કે. આગરિયા, અબ્દુલ્લા સમા, હરિભા ગઢવી, બાબુભાઈ સમા, ઉવેશ સુમરા, વિ. ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં સરપંચ અઝીઝ જુણેજા, ઉપસરપંચ સલીમ સાંધ, ગુલામ સાંધ, ખેરશા સૈયદ, કમાલશા સૈયદ, ઇલિયાસ શેખ, સિકંદર સાંધ, નાઝીમ જુણેજા, માનવ અધિકારના અઝીઝ સાંધ, મહેબૂબ બાયડ, મુંદરા તા. હિતરક્ષક સમિતિ ઉપપ્રમુખ હુસેન સમેજા, અકરમશા સૈયદ, અહેમદશા સૈયદ, સુલતાન સમેજા, રસીદ સાંધ, લાલજી મહેશ્વરી, ઇમરાન સાંધ, અબ્દુલ ખલીફા, ભવ્યરાજાસિંહ સમા તેમજ આ ટૂર્નામેન્ટ માટે ટ્રોફીના દાતા રજબ જુણેજા વિ.એ જહેમત ઉઠાવી હતી.

Panchang

dd