ભુજ, તા. 5 : ભુજના
12મા
ધોરણમાં અભ્યાસ કરતા વિશ્વલ ઠક્કરનું રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જર્નલ ઓફ
સાયન્ટિફિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયું છે. `કવોન્ટમ
ટેલિપોર્ટેશન મેકેનિઝમ એક્સપેરિમેન્ટલ એડવાન્સીસ એન્ડ ફયુચર પ્રોસ્પેક્ટ્સ' શીર્ષક હેઠળનું આ સંશોધન
વિશ્વલની વૈજ્ઞાનિક ઘનતા, અભ્યાસની ઊંડાણ અને જ્ઞાન આધારિત
વિચારસરણીને વ્યક્ત કરે છે. આ સિદ્ધિ બદલ કચ્છ રિજનલ સાયન્સ સેન્ટરના વડા વિરલ
પરમારે વિશ્વલને યુવા રોલમોડેલ તરીકે પસંદ કરતાં સેન્ટર ખાતે આમંત્રણ આપ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન વિશ્વલના મેન્ટર યોજેશ ગોસ્વામીએ વિદ્યાર્થીઓ માટે સ્ટેમની
ક્વિઝનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, `વાસ્તવિક
જ્ઞાન હંમેશાં માર્ક્સ કરતાં મોટું છે. 12મા ધોરણે જ પેપર પ્રકાશિત
કરાવવું નોંધપાત્ર સિદ્ધિ છે અને વિશ્વલ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત છે.