• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

વિંઝાણમાં ગૌવંશ કતલખાનું ઝડપાયું : મૃત પશુના અવશેષો કબજે કરાયા

નલિયા, તા. 5 : અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથકની હદમાં આવતા વિંઝાણ ગામમાં આવેલા રહેણાક મકાનમાંથી એક ગાય તથા બે ગૌધન અને એક બળદ તથા મૃત ગૌવંશ પશુના અવશેષો મળતાં ચકચાર ફેલાઈ હતી. પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ હાલના તબક્કે જાણવાજોગ દાખલ કરી હતી અને કબજે કરાયેલા અવશેષોના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિંઝાણમાં અલીઅકબર ઉર્ફે ઈકબાલ જાકબ હિંગોરાના કબજાના રહેણાક મકાનમાંથી મૃત ગૌવંશ પશુના અવશેષો તથા મકાનની પાછળના ભાગે આવેલા શેડમાં રખાયેલા એક ગાય તથા આખલા મળી આવ્યા હતા. મૃત પશુના અવશેષો તથા જુદા-જુદા હથિયારો કબજે કરી નમૂના ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા, જ્યારે ગૌવંશને કોઠારા પોલીસ મથકને સોંપાયા હતા. પોલીસે એક મોબાઈલ, હથિયારો, વજનકાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Panchang

dd