• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી છેતરવાની કોશિશ કરનારો ઝડપાયો

ભુજ, તા. 5 : ફેસબુક પર ખોટી આઈડી બનાવી તેમાં સસ્તું સોનું આપવાની લોભામણી લાલચ આપી લોકોને છેતરવાની કોશિશ કરતા આરોપી ભુજના સાહિલ કાસમ ફકીરને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી તેની પાસેથી સોના જેવી ધાતુની પટ્ટીઓ અને બિસ્કિટ તેમજ એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી સાહિલને ભુજના કોડકી રોડ પર આવેલા બરફના કારખાનાની સામેની બાજુથી ઝડપી પાડયો હતો. તેની સઘન પૂછપરછ કરતાં તે મોબાઈલમાં રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી બનાવી લોકોને છેતરવાના ઈરાદે સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો પોસ્ટ કરતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોના જેવી ધાતુની પટ્ટીઓ, બિસ્કિટ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.

Panchang

dd