• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

આઇસીસી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટનો કેપ્ટન રોહિત

નવી દિલ્હી, તા. 20 : આઇસીસીએ વર્લ્ડ કપ-2023ની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરી છે. આ ટીમની કપ્તાની રોહિત શર્માને મળી છે. જેના નેતૃત્વમાં ભારતીય ટીમે સતત 10 જીત મેળવી હતી. આઇસીસી ટીમમાં વિરાટ કોહલી સહિત કુલ 6 ભારતીય ખેલાડી સામેલ છે. જયારે વિશ્વ વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્ .:સ અને ફાઇનલમાં સદી કરનાર ટ્રેવિસ હેડને ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં સ્થાન મળ્યું નથી. ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ભારતના સૌથી વધુ 6 ખેલાડી સામેલ છે. જયારે ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીને સ્થાન મળ્યા છે. આ ઉપરાંત શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને દ. આફ્રિકાના 1-1 ખેલાડી છે. ભારતના જે 6 ખેલાડી સામેલ છે તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી છે. ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ: રોહિત શર્મા (કેપ્ટન), કિવંટન ડિ'કોક, વિરાટ કોહલી, ડેરિલ મિચેલ, કેએલ રાહુલ, ગ્લેન મેકસવેલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને જેરાલ્ડ કોર્ત્ઝે 12મો ખેલાડી.

Janmadin Vishesh Purti

Panchang