રાવલપિંડી, તા. 18: બોલરોના
ઘાતક દેખાવ બાદ બેટધરોના સારા પ્રદર્શનથી શ્રીલંકા વિરુદ્ધની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન
વિજય ભણી આગળ ધપી રહ્યું છે. મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ બીજા દાવમાં 74 રનમાં
3 વિકેટ
ગુમાવી છે. તે હજુ પાકિસ્તાનથી 1પ3 રન પાછળ છે. શ્રીલંકાનો પહેલા
દાવમાં 98 રનમાં
ધબડકો થયો હતો. પાકિસ્તાનનો પ્રથમ દાવ આજે 32પ રને સમાપ્ત થયો હતો. આથી તેને 1પ3 રનની
મોટી સરસાઇ મળી હતી. પાક. તરફથી અજાન અવૈસના 47, તૈયબ આરિફના 46, સાકિબ
ખાનના 36, આઠમા
ક્રમના ગાઝી ગૌરીના પ4 અને 10મા ક્રમના ખેલાડી રહમઉલ્લાહના
42 રન
મુખ્ય હતા. શ્રીલંકા તરફથી લાહિરૂ કુમારાએ પ વિકેટ લીધી હતી.