• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

બાંગલાદેશના વિકેટકીપર લિટન દાસનો ટેસ્ટ ઇનિંગમાં આઠ શિકારનો વિશ્વ વિક્રમ

જોહાનિસબર્ગ, તા. 18 : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ દરમિયાન બાંગલાદેશના વિકેટકીપર લિટન દાસે એક ઇનિંગમાં સર્વાધિક 8 શિકારનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. દ. આફ્રિકાના પહેલા દાવમાં લિટન દાસે 6 કેચ અને બે સ્ટમ્પીંગ સાથે 8 શિકાર કરી આ નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ અગાઉ પાંચ વિકેટકીપરના નામે સંયુક્ત રૂપે હતો. વસીમ બારી, બોબ ટેલર, ઇયાન સ્મિથ, રિડલી જેકબ્સ અને જોશુઆ ડિસિલ્વાએ એક ટેસ્ટ ઇનિંગમાં વિકેટ પાછળ 7-7 શિકાર કર્યાં હતા. છેલ્લે 2023માં વિન્ડિઝ વિકેટકીપર જોશુઆ ડિસિલ્વાએ 7 શિકાર કર્યા હતા. હવે લિટન દાસે આજે 8 શિકાર સાથે નવો વિશ્વ વિક્રમ રચ્યો છે. લિટન દાસે બાંગલાદેશના પહેલા દાવમાં સદી પણ ફટકારી હતી. આ પહેલા ડેનિલ લિંડસે (1966) અને એબી ડિ'વિલિયર્સ (2013)એ ટેસ્ટમાં સદી અને વિકેટ પાછળ 6 શિકાર કર્યાં હતા. જેનાથી પણ લિટન દાસ આગળ થયો છે. આ ટેસ્ટમાં બાંગલાદેશના પહેલા દાવમાં 400 રન થયા હતા. જવાબમાં આફ્રિકાના પપ7 રન થયા હતા. મેચના ચોથા દિવસે વરસાદને લીધે રમત અટકી ત્યારે બાંગલાદેશના બીજા દાવમાં પ વિકેટે 100 રન થયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd