દુબઇ, તા. 18 : આઇસીસી
વન ડે બોલિંગ ક્રમાંકમાં ભારતીય યુવા ઝડપી બોલર અર્શદીપ સિંઘને ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડ
વિરુદ્ધની વન ડે શ્રેણીના સારા દેખાવને લીધે અર્શદીપ 12 સ્થાનનો
કુદકો લગાવીને 19મા
નંબર પર પહોંચી ગયો છે. અફઘાન સ્પિનર રાશિદ ખાન ટોચ પર યથાવત છે. ન્યુઝીલેન્ડના ફાસ્ટ
બોલર મેટ હેનરીએ 1પ સ્થાનનો કુદકો લગાવ્યો છે અને 12મા
ક્રમે આવી ગયો છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે ટોપ ટેનમાં વાપસી કરી છે.