ભુજ, તા. 22 : સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ કલ્ચરલ
એન્ડ સર્વિસીઝ સ્પોર્ટસ બોર્ડ નવી દિલ્હી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝ
અંતર્ગત રાજ્ય સરકાર બેડમિન્ટન પસંદગી સ્પર્ધાનું આયોજન ગાંધીનગરમાં સેકટર-21 ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વેટરન 40+ કેટેગરીમાં
ભુજના પટેલ મેહુલકુમાર સોમાભાઇ જેઓ મમુઆરા કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સતત સાતમી વખત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને
રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયા છે. ભુજ તાલુકાના ટીપીઇઓ નીલેશભાઇ ગોર, કચ્છ જિલ્લાના ડીપીઇઓ સંજયભાઇ પરમાર,
મમુઆરા કન્યા શાળા શિક્ષક પરિવાર તથા મમુઆરા ગ્રામ પંચાયતના સરપંચે તેમને
બિરદાવ્યા હતા.