• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

મેકે ટેસ્ટના પહેલા દિવસે વિકેટોનો વરસાદ

નવી દિલ્હી, તા. 22 : ઓસ્ટ્રેલિયા અને બાંગલાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 18 વિકેટ પડી હતી. મિચેલ સ્ટાર્ક (12 રનમાં છ વિકેટ)ના તરખાટ સામે બાંગલાદેશની પહેલી ઇનિંગ્સ માત્ર 64 રનમાં સમેટાઈ હતી. જો કે, બાદમાં મહેમાન ટીમના બોલરોએ પલટવાર કરતાં દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના પણ આઠ બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધા હતા. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 165 રન કર્યા હતા અને તેની પાસે 101 રનની સરસાઈ છે. કેમરુન ગ્રીન 51 અને નાથન લાયન 10 રન બનાવીને દાવમાં હતા. મેકેમા બાંગલાદેશ માટે દિવસની શરૂઆત કોઈ ખરાબ સપનાં જેવી રહી હતી.  સ્ટાર્કની સામે ટોપ ઓર્ડર ઘૂંટણિયે આવ્યો હતો અને સાત ઓવરમાં જ સ્કોર પાંચ વિકેટે 12 રન થયો હતો. મુશ્ફિકુર રહીમ અને મેંહદી હસને દાવને સંભાળવાની કોશિશ કરી હતી પણ ઓસ્ટ્રેલિયાએ દબાણ ઘટવા દીધું નહોતું. લંચ સુધીમાં બાંગલાદેશે 6 વિકેટે માત્ર 35 રન કર્યા હતા. બાદમાં ટીમ 34 ઓવરમાં 64 રને ઓલઆઉટ થઈ હતી. જો કે, બાંગલાદેશના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઉપર શરૂઆતથી દબાણ બનાવીને ટીમને મુકાબલામાં પરત લાવવાની કોશિશ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ઝડપથી રન કરતાં 9.5 ઓવરમાં જ 50નો આંકડો મેળવી લીધો હતો. જો કે ત્રણ વિકેટ પણ ગુમાવી હતી. લાબુશેન (4) ફરી નિષ્ફળ રહ્યો હતો. બાદમાં સ્ટિવ સ્મિથ અને કેમરુન ગ્રીને બાજી સંભાળી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 42 રને આઉટ થયા બાદ ગ્રીને એક છેડો સંભાળી રાખ્યો હતો. `જેનાં પરિણામે ઓસ્ટ્રેલિયાએ દિવસના અંત સુધીમાં 100થી વધુ રનની સરસાઈ મેળવી હતી. બાંગલાદેશ તરફથી શોરિફુલ ઈસ્લામે 35 રનમાં છ વિકેટ લીધી હતી.

Panchang

dd