માંડવી, તા. 22 : અબડાસા જેવા વિસ્તારમાં શૈક્ષણિક
હેતુસરના પુસ્તક મેળા આજના સમયમાં વિદ્યાર્થીઓને વાંચન તરફ પ્રેરવાનું ઉત્તમ માધ્યમ
છે - વી.આર.ટી.આઈ. દ્વારા વી.આર.ટી.આઈ. પં. પ્રા. શાળા-નલિયા ખાતે બે દિવસીય પુસ્તક
મેળાનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવતાં અબડાસા બી.આર.સી. કો-ઓર્ડિનેટર લખધીરાસિંહ જાડેજાએ
આ મુજબ જણાવીને સંસ્થાને અભિનંદન આપ્યા હતા. ગોરધન પટેલ `કવિ'એ પુસ્તક મેળાના માધ્યમથી શાળાના બાળકોમાં વાંચન પ્રેરણા જગાવવાનો હેતુ હોવાનું
જણાવ્યું હતું. અંતરિયાળ વિસ્તારની શાળામાં પુસ્તક મેળો હોવા છતાં પણ રૂા. 73 હજારની કિંમતના પુસ્તકોનું
વેચાણ થયું હતું. પ્રા. શાળાના 70 બાળકે પુસ્તકો
ખરીદીને ખરીદીમાં રસ દાખવ્યો હતો, જે એક
આશાસ્પદ બાબત ગણી શકાય. તદુપરાંત, સાત શાળાએ પણ પુસ્તક ખરીદીનો
લાભ લીધો હતો. મુંબઈ સ્થિત શિક્ષણ-સાહિત્યપ્રેમી પ્રવીણભાઈ વીરાએ પણ અબડાસા તાલુકાની
વી.આર.ટી.આઈ., વાંકુ, કુકડાઉ, મોખરા, કેરવાંઢ, કાળાતળાવ પ્રા.
શાળાઓને રૂા. એક-એક હજારની કિંમતના પુસ્તકો ભેટ આપ્યા હતા. ગાયત્રી પરિવાર-નલિયા દ્વારા
પણ પુસ્તક વેચાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પુસ્તક મેળાની મુલાકાત અબડાસા તાલુકા
પ્રા. શિક્ષણાધિકારી સતારભાઈ મારાએ લઈને વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવું ઉમદા
કાર્ય કરવા બદલ સંસ્થાને અભિનંદન આપ્યા હતા. વિશેષમાં મેમણ અબ્દુલ શેઠ, નારાણ શેઠ, હરેશ દરજી `કસભી',
હરેશભાઈ આઈયા, રામસંગજી જાડેજા, નેણશીભાઈ ભાનુશાલી, જયેશ ઠક્કર, દિનેશ ભાનુશાલી, લક્ષ્મણ ગઢવી, કરણાસિંહ જાડેજા, વી.આર.ટી.આઈ. પ્રા.શાળા નલિયાના આચાર્યા
નિરૂબેન રાઠોડ તથા વાંકુ, કુકડાઉ, મોખરા,
કેરવાંઢ, કાળાતળાવ પ્રા. શાળાના આચાર્યો ઉપસ્થિત
રહ્યા હતા. વી.આર.ટી.આઈ. નલિયા સેન્ટર ઈન્ચાર્જ અમરાભાઈ ખાંભલિયા તથા વી.આર.ટી.આઈ.
નલિયા ટીમે સહયોગ આપ્યો હતો.