• શનિવાર, 27 જુલાઈ, 2024

આફ્રિકા સામે શ્રેણી હારતાં વન-ડે ક્રમમાં ઓસી. હવે અવ્વલ નહીં

જોહાનિસબર્ગ, તા.18: દ. આફ્રિકાએ પાંચમી અને આખરી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 122 રને સજ્જડ હાર આપીને શ્રેણી 3-2થી જીતી લીધી છે. દ. આફ્રિકાના પ0 ઓવરમાં 9 વિકેટે 31પ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 34.1 ઓવરમાં 193 રનમાં ડૂલ થઈ ગઈ હતી. શ્રેણી હારથી ઓસ્ટ્રેલિયાએ વન ડે ક્રમાંકમાં નંબર વનનો ક્રમ ગુમાવ્યો છે અને ત્રીજાં સ્થાને ફેંકાયું છે. પાકિસ્તાનની ટીમ ફરી નંબર વન બની છે જ્યારે એશિયા કપ ચેમ્પિયન ભારતીય ટીમ બીજાં સ્થાને છે. આફ્રિકા તરફથી એડન માર્કરમે 93 રનની અને ડેવિડ મીલરે 63 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે 109 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. ડિ'કોકે 27 અને રાસી વાન ડૂસેને 30 રન કર્યાં હતા. પૂંછડિયા ખેલાડી માર્કો યાનસને 23 દડામાં 47 અને એન્ડિલ ફેહલુકવાયોએ 19 દડામાં 39 રન કરીને આફ્રિકાને 300ના સ્કોર ઉપર પહોંચાડયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 3 અને સીન એબોટે 2 વિકેટ લીધી હતી. 316 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. મિચેલ માર્શે સૌથી વધુ 71 અને લાબુશેને 44 રન કર્યા હતા. આફ્રિકા તરફથી માર્કો યાનસને 47 રનમાં પ વિકેટ લીધી હતી. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang