• શનિવાર, 16 મે, 2026

અંજારમાં જાહેરમાં જુગાર રમતી 11 મહિલા ખેલી કાયદાના સંકજામાં

ગાંધીધામ, તા. 15 : અંજારમાં જાહેરમાં જુગાર રમતી 11 મહિલા ખેલી કાયદાના સંકજામાં આવી હતી. શહેરમાં રહેમતનગર, પ્રજાપતિ છાત્રાલય પાસે શેરીમાં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતો હોવાના બાતમી આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.  પોલીસે આરોપી  આશાબેન અશોકભાઈ બારોટ, જયશ્રીબેન પ્રવીણભાઈ પ્રજાપતિ, સરોજબા વનરાજસિંહ જાડેજા, પૂનમબેન મનીષભાઈ પાટડિયા, નર્મદાબેન ભાસ્કરભાઈ પિત્રોડા, જિયાબેન માધવજી આહીર, ખતુબાઈ હાસમભાઈ શેખ, વિમલાબેન પ્રેમબહાર પંથ, ફાતમાબેન મુસ્તાક કુરેશી, લખીબેન રામજીભાઈ ડાંગર, લક્ષ્મીબેન હિંમતભાઈ ચૌહાણ સામે જુગારધારા તળે કાનૂની કાર્યવાહી કરાઈ હતી. કાયદાના સંકજામાં આવેલી  મહિલા આરોપીઓ પાસેથી રોકડા રૂા. 47800 કબજે લઈ પોલીસે વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd