• શનિવાર, 16 મે, 2026

ગાંધીધામમાં નશીલા પદાર્થ ગાંજા સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 15 : શહેરની મુખ્ય બજાર પાસે ડી.બી.ઝેડ. નોર્થ વિસ્તારમાં એક મકાનમાં પોલીસે છાપો મારી પરપ્રાંતીય શખ્સને રૂા. 1,89,400ના ગાંજા સાથે પકડી પાડયો હતો. આ માદક પદાર્થ આપનારા શખ્સનું નામ બહાર આવ્યું હતું. શહેરના ડી.બી.ઝેડ. નોર્થ વિસ્તારમાં પ્લોટ નંબર 8-એ ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર-બેમાં રહેનાર શખ્સ ગાંજો લાવી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મકાનમાં રહેનાર મૂળ મધ્યપ્રદેશનો બલીન્દ્ર છોટેસિંહ ભદોરિયા નામનો શખ્સ માદક પદાર્થ વેચતો હતો. અહીં દોડી આવી પોલીસે તેને પકડી પાડયો હતો અને તેને સાથે રાખી મકાનની તપાસ હાથ ધરી હતી. તેના કબજાના આ મકાનના રસોડામાં નીચેના ખાના તપાસ કરતાં બે થેલી મળી આવી હતી. આ બંને થેલીમાંથી લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડાં, ફૂલ, બી સાથેનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ પદાર્થ ગાંજો હોવાનું પકડાયેલા બલીન્દ્રએ જણાવ્યું હતું. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથક્કરણ કરાતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ જથ્થાનું વજન કરાવતાં 3.788 કિલો થયું હતું. રૂા. 1,89,4000નો આ માદક પદાર્થ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગાંજો તેને કાકા નામનો શખ્સ આપી ગયો હતો. આ કાકાને પકડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd