• શનિવાર, 16 મે, 2026

મિરજાપરમાં દિવ્યાંગ બાળાનાં નવાં ઘરનાં નિર્માણની પહેલ બિરદાવાઈ

મિરજાપર, તા. 15 : ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી દિવ્યાંગ બાળા માટે નવાં ઘરનું નિર્માણ કરાયું હતું. સંસ્થા સાથે સંકળાયેલા કાર્યકર કનૈયાલાલભાઈ અબોટી, જગદીશચંદ્ર છાયાએ દિવ્યાંગ બાળા શીતલનાં ઘરની મુલાકાત લીધી હતી. શ્રી અબોટીએ ગામના કપિરાજ રાઘવ મંદિરના પૂજારી હરસુખભાઈ સુથારને બેશુદ્ધ અવસ્થામાં રહેલી શીતલનાં ઘરની દયનીય હાલતથી વાકેફ કરતાં તેમણે બાળાની સુખાકારી માટે બીડું ઝડપ્યું હતું. દાતાઓએ દાનની સરવાણી વહાવતાં શીતલના પરિવાર માટે નવાં ઘરનું નિર્માણ થયું હતું. હવન અને શાત્રોક્ત વિધિ બાદ દિવ્યાંગ બાળાના પરિવારને નવા ઘરની ચાવી સુપરત કરાઈ હતી તથા ઘરવખરી પણ અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શીતલનો એક યુવાભાઈ તથા પિતા પણ દિવ્યાંગ છે. ત્યારે દિવ્યાંગ બાળા માટે બંધિયાર અંધારી ઓરડીનાં સ્થાને હવા-ઉજાશવાળા નવાં ઘરનાં નિર્માણે સમાજ માટે દૃષ્ટાંત પૂરું પાડતાં આ પહેલને બિરદાવાઈ હતી. 

Panchang

dd