બેંગ્લુરુ, તા. 17 : આઇપીએલમાં શનિવારે ડબલ હેડર
છે. પહેલી મેચમાં વર્તમાન ચેમ્પિયન અને દરેક વિભાગમાં શાનદાર દેખાવ કરી રહેલી રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુનો સામનો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ થશે. આ ટીમ સારી શરૂઆત પછી વિજયક્રમ
જાળવી શકી નથી. આરસીબીની બેટિંગ હવે પૂરી રીતે વિરાટ કોહલી પર નિર્ભર રહી નથી. કોહલી
તો શાનદાર દેખાવ કરી રહ્યો જ છે. સાથોસાથ કપ્તાન રજત પાટીદાર, દેવદત્ત પડીક્કલ, ફિલ
સોલ્ટ અને ટિમ ડેવિડ આ સિઝનમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના બોલર્સ
ખાસ કરીને બે અનુભવી સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામે આરસીબીના બેટિંગ પાવર
હાઉસનો ફયુસ ઉડાવવા વિશેષ દેખાવ કરવો પડશે.