મિરપુર, તા.17 : બાંગલાદેશ સામે પ્રથમ વન ડેમાં
ન્યુઝીલેન્ડનો 26 રને વિજય થયો છે. ન્યુઝીલેન્ડના
8 વિકેટે 247 રનના જવાબમાં બાંગલાદેશ ટીમ 48.3 ઓવરમાં 221 રને ઓલઆઉટ
થઇ હતી. બાંગલાદેશે તેની અંતિમ 6 વિકેટ 37 રનમાં ગુમાવી હતી. આથી જીતની
બાજી હારમાં પલટી ગઇ હતી. 3 મેચની વન
ડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડ 1-0થી આગળ થયું
છે. કિવિઝ તરફથી હેનરી નિકોલ્સે 68, ડીન ફોકસક્રોફટે
પ9 અને વિલ યંગે 30 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી
તસકીન, શોરીફૂલ અને રિશાદને 2-2 વિકેટ મળી હતી. 248 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા
બાંગલાદેશ તરફથી સૈફ હુસને પ8, લિટન દાસે
46 અને તૌહિન હ્યદયે પપ રન કર્યાં
હતા. કિવિઝ તરફથી ટિકનરે 4 અને નાથન
સ્મિથે 3 વિકેટ લીધી હતી.