• શનિવાર, 18 એપ્રિલ, 2026

ચોમાસાં પહેલાં આડબંધની સફાઈ જરૂરી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : વરસાદી પાણી વેડકાય અને તેનો સંગ્રહ થાય તે હેતુથી અહીં બનાવાયેલા આડબંધમાં ગીચ ઝાડી અને ધૂળના ઢગલાથી પાણી અવધરોધવાની સંભાવનાએ તેની સફાઈ કરવી જરૂરી હોવાનું ગામના જાગૃતો જણાવી રહ્યા છે. કચ્છમાં અનેક સ્થળે પાણીનાં વહેણ પર સરકાર દ્વારા આડબંધ બનાવાયા છે, પરંતુ આ આડબંધોની આસપાસ ગીચ ઝાડી ઊઠી નીકળી હોવાથી તેમજ પાણીનાં વહેણના કારણે ધૂળના ઢગલા થઈ ગયા હોવાથી વરસાદી સિઝનમાં પાણી અવરોધાવાની શક્યતા હોવાથી આગામી ચોમાસું સિઝન પહેલાં ગ્રામ પંચાયતો અને સરકાર દ્વારા આવા આડબંધોની સફાઈ કરવામાં આવે, તો વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આસપાસની જમીનમાં પાણીનાં તળ ઊંચા આવે અને વાડીઓમાં વાવ-કૂવા પણ રિચાર્જ થઈ શકે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. 

Panchang

dd