ભુજ, તા. 17 : ચેક પરતના કેસમાં મુંબઈના વેપારી
કીર્તિ લાલજી વિસરિયાને ભુજ સેશન્સ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને
વળતરનો આદેશ કર્યો હતો. આરોપી કીતિ વિસરિયાને ધંધાના વિકાસ માટે નાણાકીય જરૂરિયાત ઊભી
થતાં ફરિયાદી પરેશ કરમશી દેઢિયાએ તેને રૂપિયા પાંચ લાખ સંબંધના નાતે આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. અદાલતે
બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની કેદની સજા તેમજ
રૂા. પાંચ લાખ વળતર પેટે એક માસમાં જ ચૂકવવા આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર
થાય તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી
અવનીશ જે. ઠક્કર તથા સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.