કોઠારા (તા. અબડાસા), તા. 17 : શુક્રવારે
ભુજ-નલિયા-ભુજ એસ.ટી. બસનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં રસ્તો ઉતરી ગઈ હતી, જેનાથી
મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, જો કે, એક વૃદ્ધા અને કંડક્ટરને મૂઢમાર લાગતાં તેઓને 108 મારફતે મંગવાણા લઈ જવાયા હતા.
આ અકસ્માત બપોરે 1.45 વાગ્યે ઉપડતી
ભુજ ડેપોની આ બસ જ્યારે વિભાપર પાસે પહોંચી, ત્યારે આ બસનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં આ બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને
મુસાફરોની ચીસોચીસ વચ્ચે સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી આ અકસ્માતના કારણે બસમાં સવાર મોટી ઉંમરના
વૃદ્ધા અને મહિલા કંડકક્ટરને મૂઢમાર લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને 108 મારફતે મંગવાણા લઈ જવાયા હતા.
બીજીબાજુ એસ.ટી. તંત્ર દ્વારા ખખડધજ બસો દોડાવાય છે,
જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, તેમ છતાં
બસોનું મરંમત કામ કરાતું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દરમ્યાન આ બસ પલટી મારી જતાં
હેબતાઈ ગયેલા મુસાફરોએ ભુજથી કૃષ્ણનગર, નલિયા બસ આવી રહી હતી,
જેને રોકાવી હતી અને જે તે ગામના મુસાફરોને લઈ જવા માટે મુસાફરોએ કહ્યું
હતું, પરંતુ આ બસમાં રહેલા રાધાકૃષ્ણનગરના કંડક્ટરે મુસાફરો સામે
આનાકાની કરી બસની ટિકિટ છે કે નહીં તેમજ બસમાંથી ઉતારી નાખવાની ધમકી આપી હતી. હવે.
જો આવા સમયમાં હેબતાઈ ગયેલા મુસાફરો પાસે જો કંડકટર આવા સવાલો કરે એ કેટલું યોગ્ય કહેવાય
એવું કચ્છમિત્ર સાથેની વાતમાં મુસાફરોએ જણાવ્યું હતું આ સમયે તો માનવતા મહેકવી જોઈએ
એના બદલે આવો વર્તાવ કેટલો યોગ્ય કહેવાય એવા સવાલ પણ મુસાફરોએ કર્યા હતા.