• શનિવાર, 18 એપ્રિલ, 2026

નખત્રાણામાં રોટરી ક્લબે બનાવેલાં ચાર પીકઅપ સ્ટેન્ડ જર્જરિત

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : અવર-જવર કરતા પ્રવાસીઓની સુવિધા હેતુ રોટરી ક્લબ ઓફ નખત્રાણા દ્વારા દાતાના સહયોગથી બનાવાયેલાં ચાર પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોતાં સત્વરે સમારકામની માંગ ઊઠી હતી. પૂર્વ પ્રો. ચે. અનિલ જોબનપુત્રાના જણાવ્યા અનુસાર 2013માં દાતાઓ નવીનભાઈ આઈયા, ગોવિંદભાઈ પલણ, ઓધવજીભાઈ પલણ તથા પંકજભાઈ દૈયાના સહયોગથી આરામગૃહ પાસે બે, કલેક્ટર ઓફિસ અને ઓસીપી માર્કેટ પાસે એક-એક એમ કુલ ચાર સ્થળે પીકઅપ સ્ટેન્ડ બનાવાયાં હતાં. જાળવણીના અભાવે આ સ્ટેન્ડ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાની ફરિયાદ ઊઠી હતી. ઉનાળામાં તડકામાં તેમજ વરસાદમાં પ્રવાસીઓના રક્ષણ હેતુ બનાવેલાં આ પીકઅપ સ્ટેન્ડનું નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે મરંમત સાથે સુવિધાઓ સુધારવામાં આવે તેવી ગામલોકોએ માંગ કરી હતી. 

Panchang

dd