અમદાવાદ, તા. 17 : સુકાની શુભમન ગિલ (86)ની કમાલની કેપ્ટન ઈનિંગના બળે
કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકેટે હાર આપીને ગુજરાત ટાઈટન્સે સિઝનમાં જીતની હેટ્રિક
કરી હતી. ત્રીજી જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેલબ પર ચોથા સ્થાને આવી ગઈ છે. કોલકાતાએ આપેલું
181 રનનું લક્ષ્ય બે દડા બાકી હતા
ત્યારે જ ટાઈટન્સે આંબી લીધું હતું. શુભમને જીતની જવાબદારી પોતાના ખભે ઊંચકી લેતાં
50 દડામાં 86 રન ઝૂડી દીધા હતા. જવાબદારીભરી
રમત રમતાં ગિલે આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે દડાને 12વાર બાઉન્ડરી બહાર મોકલી દીધો હતો. માત્ર
12 બાઉન્ડરીની મદદથી જ સુકાનીએ
અર્ધસદી કરી હતી. અરોરાના દડામાં ગ્રીનને કેચ આપી બેસતાં ગિલ સદી ચૂક્યો હતો. જોસ બટલરે
15 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 25, સાઈ સુદર્શને 16 દડામાં એક ચોગ્ગા, બે છગ્ગા સાથે 22 રન કર્યા હતા. ગુજરાત વતી કગીસો
રબાડાએ ત્રણ વિકેટ ખેરવી હતી. નાઈટ રાઈડર્સને હાર મળતાં ગ્રીન (79)ની અર્ધસદી એળે ગઈ હતી. અગાઉ
25 કરોડી ગ્રીને ગુજરાત ટાઇન્ટસ સામેની મેચમાં
પપ દડામાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 79 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જો કે, અન્ય બેટધરોની નિષ્ફળતાને લીધે કોલકાતા નાઇટ
રાઇડર્સ 20 ઓવરમાં 180 રનના સીમિત સ્કોર પર ઓલરાઉટ
થયું હતું. કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં 37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ડેથ ઓવર્સમાં પણ
કેકેઆર કમાલ કરી શક્યું ન હતું અને ગુજરાત ટાઇટન્સની ચુસ્ત બોલિંગ-ફિલ્ડિંગ સામે આખરી
પાંચ ઓવરમાં 32 રનનો જ ઉમેરો કરી શકી હતી.
આ દરમિયાન પાંચ વિકેટ ગુમાવી હતી. કપ્તાન રહાણે ગોલ્ડન ડક થયો હતો. રઘુવંશી આઠ રને
પાછો ફર્યો હતો. સિફર્ટના નામે 19 રન રહ્યા
હતા. આથી 32 રનમાં 3 વિકેટ પડી ગઇ હતી. આ પછી ગ્રીન અને પોવેલ
વચ્ચે ચોથી વિકેટમાં પપ રનની ભાગીદારી થઇ હતી. પોવેલના 20 દડામાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે 27 રન થયા હતા. અનુકુલ રોયે ફક્ત
નવ રનનો જ સહયોગ આપ્યો હતો, પણ ગ્રીન સાથે
પાંચમી વિકેટમાં 23 દડામાં 60 રનની ઝડપી ભાગીદારી કરી હતી.
રિંકુ સિંહ (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. રમણદીપ 17 રન કરી આઉટ થયો હતો. ગ્રીન
ઈનિંગના છેલ્લા દડે રાશિદનો શિકાર થયો હતો. આથી કેકેઆરની ઈનિંગ 180 રને સમેટાઇ હતી. ગુજરાત તરફથી
રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી. સિરાજ અને અશોક શર્માને 2-2 વિકેટ મળી હતી.