• શનિવાર, 28 જૂન, 2025

ગાંધીધામ : બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં બીજા દિવસે અનેક અપસેટ

ગાંધીધામ, તા. 27 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં બીજા દિવસે  અપસેટની હારમાળા સર્જાઈ હતી. કેટલાક ક્રમાંકિત ખેલાડીઓ બહાર થયા હતા. આદિપુરમાં  સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલતી આ ટૂર્નામેન્ટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.), કંડલા મુખ્ય સંયોજક   રહ્યા હતા. જ્યારે સ્ટિગા  ઇક્વિપમેન્ટ પાર્ટનર  રહ્યા છે. વિમેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભાવનગરની  જયસ્વાલ (16મી ક્રમાંકિત)એ મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.  મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાના ક્રમના અને ફેવરિટ ચિત્રાક્ષ ભટ્ટ અને બીજા ક્રમના પ્રથમ મદલાણીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, પરંતુ અમદાવાદના અભિલાષ રાવલ ટકી શક્યો ન હતો અને તેના જ શહેરના તથા બિનક્રમાંકિત અભિલક્ષ પટેલ સામે 0-3થી હારી ગયો હતો. અન્ય બિનક્રમાંકિત ખેલાડી દેવર્ષ વાઘેલાએ સાતમા ક્રમના જન્મેજય પટેલને હરાવીને મેન્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો  હતો. બિનક્રમાંકિત તક્ષ કોઠારી (સુરત)એ પવન કુમારને 3-1થી હરાવીને બોયઝ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ચોથા ક્રમના ધ્યેય જાનીએ વડોદરાના વેદ પંચાલને હરાવીને આગેકૂચ કરી હતી. છઠ્ઠા ક્રમના હર્ષવર્ધન પટેલે ત્રીજા ક્રમના પૂજન ચંદારાણાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા ક્રમનો જન્મેજય પટેલ સેમિફાઇનલમાં પ્રવેશનારો ચોથો ખેલાડી હતો, જેણે હિમાંશ દહિયાને 3-0થી હરાવ્યો હતો.જો કે, અંડર-19 બોયઝની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પણ અપસેટ સર્જાયા હતા. મોખરાના ક્રમનો આયુષ તન્ના સુરતના જ તક્ષ સામે સીધી ગેમમાં હારી ગયો હતો, જ્યારે વેદ પંચાલે પાંચમા ક્રમના અભિલક્ષને હરાવ્યો હતો. મેન્સ પ્રિ-કવાર્ટરમાં હેત ઠાકર સામે ચિત્રાક્ષ ભટ્ટ, હર્ષવર્ધન પટેલ સામે જલય મહેતા, અભિલાશ  રાવલ સામે અભિલક્ષ  પટેલ તેમજ રિયાન દત્તા સામે ધૈર્ય પરમાર, જન્મેજય પટેલ સામે દેવર્ષ વાઘેલા, આયુષ તન્ના સામે પ્રથમ મદલાણીસાહિબ જ્યોતસિંઘ સામે અયાઝ મુરાદભાવિન દેસાઈ સામે જયનીલ મહેતાએ બાજી મારી  જીત મેળવી હતી. બોયઝ અન્ડર-19  કર્વાટર ફાઈનલમાં પવન કુમારને હરાવી તક્ષ કોઠારી, વેદ પંચાલને હરાવી ધ્યેય જાની, પૂજન ચંદારાણાને હરાવી હર્ષવર્ધન પટેલ, હિમાંશ દહિયાને હરાવી જન્મેજય  પટેલ વિજેતા બન્યા હતા. બોયઝ અન્ડર-19 પ્રિ-કવાર્ટર ફાઈનલમાં આયુષ તન્નાને હરાવી તક્ષ કોઠારી, પરમને હરાવી  પવન કુમાર, અભિલાક્ષ પટેલને હરાવી વેદ પંચાલ, આરવ સિંધવીને હરાવી ધ્યેય જાની, માલવ પંચાલને હરાવી પૂજન ચંદારાણા, દેવ ભટ્ટને હરાવી હર્ષવર્ધન પટેલ, હેત ઠક્કરને હરાવી હિમાંશ દહિયા તેમજ દ્રિજ ભાલોડિયાને હરાવીને જન્મેજય પટેલે જીત હાંસલ  કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd