• સોમવાર, 16 જૂન, 2025

મ.કા.ચા. મોઢબ્રાહ્મણ જ્ઞાતિ ભુજ યુવા પાંખ દ્વારા યોજાઈ બોક્સ ક્રિકેટ ટૂર્ના.

ભુજ, તા. 15 : તાજેતરમાં મોઢબ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ-2025માં કુલ 17 ટીમે ભાગ લીધો હતો. નાના બાળકોની બે, યુવાનોની 10, બહેનોની ત્રણ અને વરિષ્ઠ નાગરિકોની બે ટીમ જોડાઈ હતી. ટૂર્નામેન્ટ `આપણી જ્ઞાતિ આપણું કુટુંબ'ની ભાવનાથી યોજવામાં આવી હતી. જ્ઞાતિના વડીલો, યુવાઓ, બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભાઈઓમાં વિજેતા પર્વ ટીમ, ઉપવિજેતા આશાપુરા ટીમ, બહેનોમાં વિજેતા વુમન વિંગ્સ ટીમ અને ઉપવિજેતા આધ્યાશક્તિ ટીમ રહી હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર ભાઈઓમાં કાવ્ય ભટ્ટ, બહેનોમાં દિનલ ભટ્ટ રહ્યાં હતાં. આ સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા સૌ જ્ઞાતિજનો, દાતાઓ, જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી, ઉપપ્રમુખ વિશાલ ભટ્ટ, રીટાબેન ભટ્ટ, યુવા પાંખ પ્રમુખ કુલદિપ ગોર, ઉપપ્રમુખ સુદર્શન ભટ્ટ, નિમિષ ભટ્ટ, જય ભટ્ટ, હેમલ ઉપાઘ્યાય, સ્કોરરમાં યશ ત્રિપાઠી, અમ્પાયર પાવન ત્રિપાઠી, પરાગ સોલંકીએ સહયોગ આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd