ગાંધીધામ, તા. 15 : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં
રવિવારના રજાના દિવસે જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા 13 મહિલા તથા આઠ પુરુષ ખેલીને
પોલીસે પકડી પાડયા હતા. આ ત્રણ કાર્યવાહી દરમ્યાન રોકડ રૂા. 65,810 જપ્ત કરાયા હતા. શહેરના લીલાશાહનગર
વોર્ડ 12-સી પ્લોટ નં. 73 પાછળ આજે સાંજે અમુક મહિલાઓ-પુરુષો
પત્તા ટીંચી રહ્યા હતા. દરમ્યાન અચાનક પોલીસ આવી હતી અને અહીંના પ્લોટ નંબર 73માં રહેતા લક્ષ્મીબેન ઠાકુરદાસ હુંજલાણી
(સિંધી), રાજશ્રીબેન મોહન પરીહાર (રહે. શક્તિનગર),
સેજલબેન મોહન સોની (રહે. લીલાશાહનગર), અજય રામજી
વરૂ (રહે. સેક્ટર પાંચ), બળવંત કેવલરામ ઠક્કર (રહે. વાલ્મીકિ
સોસાયટી ભારતનગર), યશપાલ શ્રીપ્રેમાનંદ શર્મા (રહે. ગાયત્રીનગર,
મેઘપર બોરીચી), મનોહર રાજુ શેટ્ટી (રહે. અપનાનગર),
કલ્પાબેન બળવંત ઠક્કર (રહે. વાલ્મીકિ સોસાયટી ભારતનગર)ની ધરપકડ કરી હતી.
પકડાયેલા લોકો પાસેથી રોકડ રૂા. 44,210 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 89,210નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
વધુ એક કાર્યવાહી ભારતનગર નજીક જનતા કોલોનીમાં કરવામાં આવી હતી, પરંતુ અહીં કયા પ્લોટ કે મકાન આગળ કાર્યવાહી
કરવામાં આવી તે જાહેર કરાયું નહોતું. જનતા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા રાધિકાબેન
પ્રતીક ગજરા (ભાનુશાલી) (રહે. જનતા કોલોની), અશોક તારાચંદ મેઘાણી
(રહે. જનતા કોલોની), અમિત કનૈયાલાલ ભાનુશાલી (રહે. સાધુ વાસવાણી
સોસાયટી), મધુબેન હરિલાલ સથવારા (રહે. કૈલાસ સોસાયટી),
મીનાબેન જગદીશ ગજરિયા (રાજપૂત) (રહે. ચામુંડાનગર), સવિતાબેન લાલજી સથવારા (રહે. કૈલાસ સોસાયટી), જ્યોતિબેન
પરષોત્તમ લાલવાણી (સિંધી) (રહે. જનતા કોલોની), મંજુલાબેન રમેશ
સથવારા (રહે. કૈલાસ સોસાયટી)ની ધરપકડ પોલીસે કરી હતી. પત્તા ટીંચતા પોલીસના હાથે પકડાયેલા
આ લોકો પાસેથી રોકડ રૂા. 11,400 જપ્ત
કરાયા હતા. કોઇ પાસે મોબાઇલ કે અન્ય કોઇ વસ્તુ કબજે લેવાઇ નહોતી. જુગાર અંગેની વધુ
એક કાર્યવાહી શહેરના કાર્ગો યાદવનગર શેરી નંબર-બેમાં કરવામાં આવી હતી. અહીં રહેતા હનીફાબેનનાં
ઘરની બહાર શેરીમાં જુગાર ચાલી રહ્યો હતો, તેવામાં આવેલી પોલીસે હારુન જુસબ કુંભાર (રહે. કાર્ગો યાદવનગર), ભોલા ઇન્દર પાસવાન (રહે. કાર્ગો પીએસએલ), હનીફાબેન અકબર
પઠાણ (રહે. કાર્ગો યાદવનગર), પ્રેમીલાબેન નાગદેવ કોળી (રહે. કાર્ગો
યાદવનગર), હેતલબેન નારણ લુહાર (રહે. સુંદરપુરી પાણીના ટાંકા પાસે)ની
અટક કરી હતી. પકડાયેલા લોકો પાસેથી પોલીસે રોકડ રૂા. 10,200 હસ્તગત કર્યા હતા.