• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

કેસીએ-ભુજ અન્ડર-14 ટીમ સામે કવાર્ટર ફાઈનલ જીતવા 275નું લક્ષ્ય

ભુજ, તા. 30 : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ-સી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત આંતર જિલ્લા અન્ડર-14 ટેસ્ટ મેચ ટૂર્નામેન્ટની શરૂ થયેલી કવાર્ટર ફાઈનલ મેચના પ્રથમ દિવસે કચ્છ ક્રિકેટ એસોસિયેશન-ભુજની ટીમે રાજકોટ-બી ટીમને 86.4 ઓવરમાં 274 રનમાં ઓલઆઉટ કરી હતી. ટોસ જીતીને રાજકોટ-બી ટીમે બેટિંગ પસંદ કરી હતી. ભુજની ટીમ વતી બાપટ શ્રેયએ 32 ઓવરમાં 85 રન આપીને 6 વિકેટ અને જોશી વેદએ 24.4 ઓવરમાં 62 રન આપી 4 વિકેટ ખેરવી હતી. 275 રનનું લક્ષ્ય હાંસિલ કરવા મેદાને ઉતરેલી કેસીએની ટીમે દિવસના અંતે 1 વિકેટના ભોગે 27 રન બનાવ્યા હતા. તેથી કેસીએ હજુ 247 રન પાછળ હોવાથી મંગળવારનો મુકાબલો રોમાંચક રહેશે. બંને ખેલાડીઓના બોલિંગ પ્રદર્શન માટે કેસીએના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી તેમજ સિલેક્ટર્સ અને ટીમ સાથે રહેલા મેનેજર અમિત રાઠોડ તથા કોચ યુવરાજસિંહે અભિનંદન પાઠવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd