નેલ્સન, તા.2 : કુસલ પરેરાની
ઝડપી સદીની મદદથી ત્રીજી અને આખરી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાનો 7 રને
પ્રોત્સાહક વિજય થયો હતો. શ્રેણી 2-1થી ન્યુઝીલેન્ડનાં
નામે રહી હતી. આજે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકાએ 20 ઓવરમાં પ વિકેટે 218 રન
કર્યાં હતા. જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 211 રન થયા હતા. કુસલ પરેરાએ
શ્રીલંકા તરફથી સૌથી ઝડપી સદી 44 દડામાં પૂરી કરી હતી. તે 46 દડામાં 13 ચોગ્ગા-4 છગ્ગાથી
101 રને આઉટ થયો હતો. આ સિવાય કપ્તાન ચરિત અસાલંકાએ 24 દડામાં પ છગ્ગાથી આતશી 46 રનની
ઇનિંગ્સ રમી હતી. કિવિઝ તરફથી હેનરી, સેંટનર સહિત તમામ બોલરને 1-1 વિકેટ મળી હતી.
219 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કિવિઝ તરફથી રચિન રવીન્દ્રે 39 દડામાં પ ચોગ્ગા-4
છગ્ગાથી 69, ટિમ રોબિન્સને 21 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 37 અને ડેરિલ મિચેલે 17 દડામાં
4 છગ્ગાથી 3પ રનની ઇનિંગ રમી હતી. પણ ન્યુઝીલેન્ડ જીતથી 8 રન છેટું રહ્યંy હતં અને 7 રને હાર થઈ હતી. 20 ઓવરમાં 7
વિકેટે 211 રન થયા હતા. શ્રીલંકાના કપ્તાન ચરિત અસાલંકાએ ઓલરાઉન્ડ દેખાવ કરી 3 વિકેટ
પણ લીધી હતી.