• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

ડ્રેસિંગ રૂમની ગોપનિયતા જરૂરી ; કોચ ગંભીરની સાફ વાત

સિડની, તા. 2 : ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરએ કહ્યંy છે કે, ડ્રેસિંગ રૂમની ચર્ચા જાહેર થવી જોઈએ નહીં. તેમણે કહ્યંy, મેં ખેલાડીઓ સાથે ઇમાનદારીથી વાતચીત કરી હતી કારણ કે, પ્રદર્શનના આધારે જ તેમને ટીમમાં રાખી શકાય છે. સિડની ટેસ્ટ અગાઉ પત્રકાર પરિષદમાં કોચ ગંભીરે જણાવ્યું કે, કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ પૂરતી સીમિત રહેવી જોઈએ. જે બધી વાતો ચાલી રહી છે. તે ફક્ત અહેવાલ છે. સત્ય નથી.  ઇમાનદાર લોકો ડ્રેસિંગ રૂમમાં છે. આથી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથોમાં છે. તમને એક જ બાબત ડ્રેસિંગ રૂમમાં રાખી શકે છે અને તે છે તમારું પ્રદર્શન.  ગંભીરે જણાવ્યું કે, સિનિયર બેટર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે મેચની રણનીતિ વિશે ચર્ચા થઈ હતી. બધાને ખબર છે તેમણે શું સુધારવાની જરૂર છે અમે ફક્ત તેમને પૂછયું કે, ટેસ્ટ મેચ કેમ જીતવી ? એક ઓસ્ટ્રેલિયન પત્રકારે ભારતીય કોચને સવાલ કર્યો કે, મેલબોર્નની 184 રનની હાર પછી તમે ખેલાડીઓને ફટકાર લગાવી હતી. જવાબમાં ગંભીરે કહ્યંy કે, ખેલાડીઓને જવાબદારીથી રમવા કહ્યંy હતું. દરેક ખેલાડીને ટીમ માટે રમવા શીખ અપાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd