• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

બીએસએફ બંગાળમાં આતંકી ઘુસાડે છે ! : મમતા

કોલકાતા, તા. 2 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે એક ખતરનાક નિવેદન કરતાં રાજકીય ઘમાસાણ મચી ગયું હતું. મમતાએ એવો ગંભીર આરોપ મૂક્યો હતો કે, સીમા સુરક્ષા દળ (બીએસએફ) પશ્ચિમ બંગાળમાં બાંગલાદેશી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. બંગાળી વાઘણના આવા આરોપનો વળતો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ઉત્તર 24 પરગણામાં કહ્યું હતું કે, મમતા બેનર્જીનું નિવેદન હાસ્યાસ્પદ છે. પશ્ચિમ બંગાળ સરકાર પહેલાંથી જ બાંગલાદેશીઓ માટે લાલજાજમ બિછાવે છે. પછી અભિષેક બેનર્જી બાંગલાદેશના નામ પર રાજનીતિ કરે છે. બંગાળ ઘૂસણખોરો માટે નર્સરી બની ગયું છે, તેવું સિંહે કહ્યું હતું. તૃણમૂલ સુપ્રીમોએ બીએસએફ 52 રાજ્યમાં મહિલાઓઓને સતાવણી કરવાનો આરોપ મૂક્યો હતો અને બંગાળને અસ્થિર કરવાનો કારસો રચાતો હોવાનોયે આક્ષેપ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે, ઈસ્લામપુર, સીતાઈ, ચોપડાના માર્ગેથી આતંકવાદી ઘૂસી રહ્યા છે. સીમા બીએસએફના હાથોમાં છે. ભૂલ બીએસએફની છે. લોકો તૃણમૂલને ગાળો આપવાનું બંધ કરે. બાંગલાદેશમાં થતી ઘૂસણખોરી બંગાળની શાંતિને ભંગ કરે છે તેવા ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને ખોટું ગણાવતાં મમતાએ આ આરોપ મૂક્યો હતો. ભાજપના નેતાઓએ મમતા બેનર્જીના આરોપોને `સત્યથી દૂર' અને `બેજવાબદાર' લેખાવીને નકારી દીધા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd