• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

સસ્તાં સોનાંની લાલચમાં 31.60 લાખની ઠગાઇમાં બે આરોપીની ધરપકડ

ભુજ, તા. 2 : સુરતના જ્વેલર્સ વેપારીઓને સસ્તાં સોનાંની લાલચ આપી રૂા. 31.60 લાખની બેગ ઝૂંટવી સીકલાની ગેંગે ઠગાઇ કર્યાની ફરિયાદ બાદ પીછો કરનારા બે શખ્સને ભોગગ્રસ્ત ઓળખી બતાવતા પોલીસે ગઇકાલે જ તેમને રાઉન્ડઅપ કરી આજે સત્તાવાર ધરપકડ બતાવી છે. બીજી તરફ સિકંદર સોઢા ઉર્ફે સીકલા સામે પોલીસ દ્વારા ગુજસીટોકની કડક કાર્યવાહી થવાનાં પણ એંધાણ મળ્યાં છે. આ ચકચારી ઠગાઇના બનાવની તપાસ કરતા એ-ડિવિઝનના પી.આઇ. એ. જી. પરમારે જણાવ્યું હતું કે, ભોગગ્રસ્તોનો પીછો કરનારા આરોપી આરીફ ઓસમાણ ફકીર તથા રહીમ ફકીરમામદ સંઘાર (રહે. બંને ભુજ)ની પોલીસે અટક કરી લીધી છે અને મુખ્ય સૂત્રધાર સિકંદર સોઢાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ભોગગ્રસ્તોને ફોન કરી લાલચમાં ફસાવનાર પ્રણવ સોની ખરેખર કોણ છે અને તેનું સાચું નામ શું છે તે સિકંદર પકડાયા બાદ જ ખબર પડશે તેવું શ્રી પરમારે જણાવ્યું હતું. બીજી તરફ આ રીતે અનેકને શીશામાં ઉતારનાર સિકંદર ઉર્ફે સીકલાને કાયદાનો  પરચો બતાવવા તેની સામે ગુજસીકોટ સહિતની ધાક બેસાડતી કાર્યવાહીનાં પણ એંધાણ માહિતગારો પાસેથી મળ્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd