• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

રામપરની દીકરી લંડનમાં સિવિલ જજ બની

કેરા (તા. ભુજ), તા. 2 : એકબાજુ પૈતૃક ગામ રામપરમાં ત્રીસશક્તિકરણના આદર્શ ધનબાઇ ફઇનો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, તે સમયે જ ગામની દીકરી લંડનમાં જજ પદે નિયુક્તિ પામી છે. બ્રિટિશ રાજાએ સંગીતા વિરલ રાબડિયાને નિમણૂક આપતો પત્ર આપ્યો હતો. મૂળ કચ્છ-માંડવી તાલુકાના રામપર ગામના કાનજી મનજી કેરાઇ (પૂર્વ પ્રમુખ કેન્ટન હેરો સ્વામિ. મંદિર), લાલબાઇ બહેનના પુત્રી સંગીતાબેને બીએ પૂર્ણ કર્યા બાદ લોની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ભણવામાં શરૂઆતથી તેજસ્વી આ 40 વર્ષીય કચ્છી યુવતીએ કચ્છમિત્રને લંડનથી જણાવ્યું કે, હું પ્રથમ મહિલા છું જે આ પદે પહોંચી છું. સરલીના વિરલ હરીશ રાબડિયાના પત્ની સંગીતાબેન બે પુત્રના માતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી એવા આ સત્સંગી મહિલાએ ઉમેર્યું કે, બ્રિટનમાં ઉચ્ચ પદે પહોંચવું  મહેનત માગી લે છે. 12 વર્ષનો વકીલાત ક્ષેત્રે અનુભવ છે. હાલ કેન્ટનમાં ખાનગી પ્રેક્ટિસની ઓફિસ છે. હવે વર્ષમાં ઓછામાં ઓછા 60 કેસના નિર્ણય તેમને આપવાના રહેશે. સિવિલ પ્રકારના કેસોમાં મિલકત, નાણાં, ટેક્સ સંબંધી મામલાનો સમાવેશ થતો હોવાનું ઉમેર્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.એ આ કચ્છી યુવતીને અભિનંદન આપતાં મહિલાશકિતના પ્રેરક ગણાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd